swachh bharat abhiyan essay

swachh bharat abhiyan essay in gujarati language

(સ્વચ્છ ભારત )swachh bharat abhiyan essay in gujarati

 

“શબ્દ એક શોધું ત્યાં સંહિતા નીકળે, કુવો ખોદું ત્યાં સરીતા નીકળે, ધબકે છે હજી પણ ક્યાંક લક્ષ્મણની રેખાઓ, જ્યાંથી આજે પણ રાવણો બી’તા નીકળે. અજબ વીરાસત છે મારા ભારત દેશની ,જ્યાં વાવો મહાભારત, તોયે ભગવદગીતા ઉગી નીકળે.”

swachh bharat nibandh in gujarati

વિવિધતામાં એકતા એટલે ભારત, દેવોની ભૂમિ એટલે ભારત, રામ, કૃષ્ણ, ગૌતમ અને ગાંધીની ભૂમિ એટલે ભારત. અનેક નર રત્નો અને નારી રત્નોની ભૂમિ એટલે ભારત. એક સમયે જે સોનાની ચીડિયા કહેવાતુ તે મારું ભારત પ્યારું ભારત.

મિત્રો આપણો દેશ પ્રાચીનકાળથી જ કલા અને સંસ્કૃતિનો પૂજક રહ્યો છે. આપણી સંસ્કૃતિમાં પ્રકૃતિને મહત્વ આપવામાં આવ્યું છે. આપણા વૈદિકકાળના ઋષિમુનિઓએ માનવજાતિને માટે ઉન્નત પ્રેરણાના સ્ત્રોતો એવા ગ્રંથો લખીને મનુષ્યોને જીવન જીવવાના શિષ્ટાચાર શીખ્વ્યા છે. જેમાં પણ પ્રથમ સ્થાન સ્વચ્છ્તાને આપવામાં આવ્યું છે. સંસ્કૃત ભાષાના “શુદ્ધિ” શબ્દ પરથી સ્વચ્છ્તા શબ્દ ઉતરી આવ્યો છે.

આઝાદ ભારતની ૨૧ મી સદી એટલે વિશ્વને કંઇક કરી બતાવવાની અને વિશ્વના નકશામાં ભારત દેશ એક સ્વચ્છ અને સુંદર બની રહે તે માટે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રાભાઇ મોદી એ મહાત્મા ગાંધીજીની ૧૪૫મી જન્મ જયંતિ એટલે કે તારીખ ૨ ઓક્ટોબર, ૨૦૧૪ના રોજ “સ્વચ્છ ભારત અભિયાનનો” પ્રારંભ કરાવ્યો. સ્વચ્છતાના આગ્રહી એવા મહાત્મા ગાંધીજીની નેમને પૂર્ણ રુપે સાકાર કરવા ૧૨૫ કરોડ દેશવાસીઓઆ અભિયાનમાં શામેલ થાય તે માટે સરકાર શ્રી એ ભારતના તમામ નાગરિકો, કર્મચારીઓ, રાજકીય ક્ષેત્રે સંકળાયેલા વ્યક્તિઓ, વિવિધ સમાજ સેવકો, લાખો વિદ્યાર્થીઓ, મહિલાઓ તથા આબાલ વૃધ્ધો, સૌ કોઇ આ અભિયાનમાં શામેલ થાય તે માટે હાકલ કરી. તેના પરીણામ સ્વરુપ આજે ધીમે-ધીમે જ્યાં ત્યાં થતા કચરાનું પ્રમાણ ઘટી રહ્યું છે. લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવી છે. ખુલ્લામાં થતાં શૌચ પ્રદૂષણમાં નોંધ પાત્ર ઘટાડો થયો છે.

આજની સદી એટલે જ્ઞાન વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી. મિત્રો આપ જાણતા જ હશો કે આજે યંત્રોનો યુગ આવી ગયો છે. “સ્વચ્છ ભારત અભિયાન”માં આજે ટેકનોલોજીનો સમાવેશ થતાં આ યોજનાને વેગ મળ્યો છે. કહેવાયું છે ને કે, “કદમ અસ્થિર હો એને રસ્તા નથી મળતા, અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતા”. ડ્રેનેજ લાઇન, ગટર લાઇન, કચરાપેટીઓની ઠેર ઠેર વ્યવ્સ્થાના લીધે પ્રદૂષણ નિવારણમાં રાહત થઇ છે. ગંદકીનું પ્રમાણ ઘટ્યું છે. આજે બજારમાં મળતી પ્લાસ્ટિક બેગને લીધે પ્રદૂષણ ખૂબ જોવા મળે છે. તેના સ્થાને હવે કાપડની થેલીઓ બજારમાં ઉપલબ્ધ થવા લાગી છે. આજે પ્રદૂષણની સમસ્યાની સાથે સાથે ઘન કચરાના નિકાલની સમસ્યા મોટી સમસ્યા છે. વૈજ્ઞાનિકો નવા નવા આવિષ્કારોને લીધે આજે વેસ્ટ ટુ બેસ્ટ પ્રોજેક્ટ અંતર્ગત ઘન કચરાને ઓગાળીને નવી વસ્તુઓ બનાવવાઅનું શક્ય બન્યું છે. સરકાર દ્વારા કચરા-ટોપલીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઘન કચરા અને ભીના કચરા માટે ગુલાબી તથા લીલા રંગની કચરાટોપલીઓ આપવામાં આવી રહી છે. જેથી કચરો અલગ કરવામાં સરળતા રહે.

પ્રદુષિત પાણીના શુધ્ધિકરણ માટે વિવિધ ફીલ્ટર પ્લાન્ટ પણ બનાવવામાં આવ્યાં છે. જેથી પાણીનો બગાડ અટકાવી શકાય. ઇઝરાયલ જેવા દેશ પાસેથી નવતર પધ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે. જળ એ જ જીવન છે ત્યારે પાણી દ્વારા પ્રદુષણ ન ફેલાય તે માટે પણ નક્કર યોજનાઓ બનાવવામાં આવી રહી છે.

રસ્તાઓ તથા મહોલ્લાઓની સફાઇ માટે યાંત્રિક ઓજારો આવી ગયા છે. દેશમા દરેક જગ્યાએ તાલુકા તથા જિલ્લા કક્ષાએ સ્વચ્છતા કચેરી તથા અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, એરપોર્ટ તથા હોસ્પિટલોમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિશેષ સાધનો ફાળવવામાં આવ્યાં છે. સફાઇ કામકાજ પર દેખરેખ માટે સ્વચ્છ્તા એપ લોંચ કરવામાં આવી છે. સરકારશ્રીની સ્માર્ટ સિટી યોજના હેઠળ શ્રેષ્ઠ શહેરોને વિશેષ સહાયની પણ જોગવાઇ કરવામાં આવી છે.

દેશની જનતામાં આજે પણ અવારનવાર ટી.વી., રેડિઓ, ન્યૂઝપેપર, બેનરો દ્વારા ટેકનોલોજીના માધ્યમથી સ્વચ્છ્તાનું મહત્વ સમજાવવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા દેશની સ્વચ્છતા અને સુખકારી માટે અઢળક સહાય કરવામાં આવે છે. જ્યાં સુધી દેશવાસીઓની માનસિકતા નહીં બદલાય ત્યાં સુધી આ યોજના પૂર્ણ રૂપમાં સાકાર નહીં બને. ચાલો, બાપુના સપનામું ભારત બનાવીએ, ડૉ. અબ્દુલ કલામ સાહેબ ના સપનાનું ભારત બનાવવા કટિબધ્ધ બનીએ. તેઓ સત્યાગ્રહી હતા આપણે સ્વચ્છ્તાગ્રહી બનીને દેશને સ્વચ્છ બનાવીએ.

સ્વચ્છ ભારત મારું ભારત, પ્યારું ભારત મારું ભારત.

tags: swachh bharat abhiyan essay in gujarati, swachh bharat essay in gujarati, swachh bharat nibandh gujarati, swachh bharat abhiyan essay in gujarati language,સ્વચ્છ ભારત નિબંધ ગુજરાતી

jayeshvd

I Am Jayesh Dabhi And i am 22 Years old. We Share all Indian Populer TV shows and TV Serial's Cast images and information in hindi.

View all posts by jayeshvd →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *